top of page
Search

સેવાને સાધના બનાવનાર ડૉ. અમલાનીને રાષ્ટ્રીય IMA Seva Medalથી સન્માન. ગરીબ દર્દીઓ માટે 3 દાયકાની નિષ્ઠાભરી સારવારને NATCON-2025, અમદાવાદમાં રાષ્ટ્રીય ઓળખ

માનવતા, સંવેદના અને અવિરત સેવાને જીવનનું ધ્યેય બનાવનાર રાજકોટના વરિષ્ઠ યુરોલોજિસ્ટ ડૉ. જીતેન્દ્ર અમલાણી ની વધુ એક સિદ્ધિ, રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા તેમની ત્રણ દાયકાથી વધુની અવિરત માનવતાવાદી તબીબી સેવાના સન્માનરૂપે તેમને પ્રતિષ્ઠિત “IMA President Appreciation Seva Medal” એનાયત કરવામાં આવ્યો. આ સન્માન NATCON-2025, અમદાવાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આપવામાં આવ્યું.


ડૉ. જીતેન્દ્ર અમલાણી વર્ષ 1993થી ‘ll સર્વે સંતુ નિરામયાઃ ll’ ના સૂત્રને આધારભૂત રાખીને સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતના ગરીબ, પછાત અને અવગણાયેલા દર્દીઓ માટે સતત, વિશ્વસનીય અને સમર્પિત તબીબી સેવા આપતા આવ્યા છે. તેમના સેવાભાવના કાર્ય અંતર્ગત તેમણે આજ સુધીમાં 150 થી વધુ મફત યુરોલોજી કેમ્પોનું આયોજન કર્યું છે અને એક લાખથી વધુ દર્દીઓને મફત અથવા અત્યંત ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત તેમણે 20,000થી વધુ મોટી અને જટિલ યુરોલોજીકલ સર્જરીઓ સંપૂર્ણ સેવાના ભાવથી સફળતાપૂર્વક કરી છે.


યુરોકેર કિડની હોસ્પિટલ રોબોટિક એન્ડ લેઝર સેન્ટર, રાજકોટના સ્થાપક-નિર્દેશક તરીકે ડૉ. જીતેન્દ્ર અમલાણી માત્ર એક ડૉક્ટર નથી, પરંતુ દર્દીઓ માટે વિશ્વાસ, સંવેદના અને સહાનુભૂતિનો આધારસ્તંભ છે. તેમની કામગીરીએ સાબિત કર્યું છે કે સાચી તબીબી સેવા માત્ર ડિગ્રીથી નહીં, પરંતુ દિલ અને નિષ્ઠાથી થાય છે.


આ સન્માન સ્વીકારતા ભાવવિભોર બનેલા ડૉ. જીતેન્દ્ર અમલાણી એ જણાવ્યું કે, “દર્દીની પીડા દૂર કરવી એ જ મારી સાચી સાધના છે. ગરીબી કે પરિસ્થિતિના કારણે કોઈપણ દર્દી સારવારથી વંચિત ન રહે — એ જ મારા જીવનનો સંકલ્પ રહ્યો છે.”


અમેરિકાની ખ્યાતનામ યુનિર્વિસિટીઓ WCE - Cleveland Clinic, USA અને Long Island, Jewish Hospital, USA માંથી ફેલોશિપ લઈ અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે રિસર્ચ પેપર રજુ કરી વૈશ્વિક મંચ પર પણ ખ્યાતિ મેળવનાર ડૉ. જીતેન્દ્ર અમલાણીની સિદ્ધિઓની યાદી ખૂબ લાંબી છે જેમાં શામેલ છે:


  • AIIMS (All India Institute of Medical Sciences) રાજકોટના બોર્ડ મેમ્બર

  • યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘સેવા ગોલ્ડ મેડલ’ વિજેતા

  • વિશ્વસ્તરીય યુરોલોજીકલ ટેકનોલોજી ભારત લાવવાનો દ્રષ્ટિકોણ

  • અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ના ગવર્નિંગ બોર્ડમાં સરકારશ્રી દ્વારા નિમણૂક

  • પ્રાઇવેટ સેક્ટરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ની સૌથી મોટી યુરોલોજી ટીમ સાથે સુપર સ્પેશિયાલિટી લેઝર અને રોબોટિક સેન્ટર ની સ્થાપના


ડૉ. જીતેન્દ્ર અમલાણી ને મળેલ આ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય સન્માનથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના તબીબી, સામાજિક અને જનસમુદાયમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી છે. અનેક તબીબો, સંસ્થાઓ અને નાગરિકોએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી તેમની નિષ્ઠાભરી સેવાને બિરદાવેલી છે


 
 
 

Comments


CONTACT US

Consultation Hours

Monday – Saturday  10am to 5pm

urocare-eng-logo.png

યુરોકેર કિડની હોસ્પિટલ
સરનામું: વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ.
એપોઇન્ટમેન્ટ: +912812466990
ઇમરજન્સી    : +912812466991
Whatsapp   : +919712977093

UROCARE KIDNEY HOSPITAL
ROBOTIC AND LASER CENTER
Address: Vidyanagar Main Road, Rajkot.
Appointment: +912812466990
Emergency:    +912812466991
Whatsapp:      +919712977093

© 2025 by Medimark (India)

bottom of page